Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ સહીત વિવિધ પદો પર 12472+ ખાલી જગ્યાઓ માટે ફરીથી ફોર્મ ભરાવાના શરુ

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસે વર્ષ 2024 માટે ફરીથી એક મોટી ભરતીની જાહેરાત કરી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ, સબ-ઇન્સ્પેક્ટર (PSI), અને જેલ સિપાહી સહિતની વિવિધ જગ્યાઓ પર કુલ 12,472 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવાની શરૂઆત 26 ઓગસ્ટ, 2024ના રોજથી શરૂ થઇ ચુકી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 09 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

Gujarat Police Recruitment 2024 । ગુજરાત પોલીસ ભરતી 2024

વિભાગ/સંસ્થાનું નામગુજરાત પોલીસ
પદવિવિધ
જાહેરાત તારીખ26 ઓગસ્ટ 2024
છેલ્લી તારીખ09 સપ્ટેમ્બર 2024
નોકરીનું સ્થળગુજરાત
વેબસાઈટhttps://lrdgujarat2021.in/

લાયકાત તથા વયમર્યાદા:

ગુજરાત પોલીસની આ ભરતીમાં વિવિધ પદો માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો પાસે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે. અરજદારોએ તેમનું 12મા ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષની સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ અને મહત્તમ વયમર્યાદા પદ પ્રમાણે બદલાય છે: PSI ઉમેદવારોની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જ્યારે કોન્સ્ટેબલ અને અન્ય પોસ્ટ માટે અરજદારોની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ખાલી જગ્યા:

ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં પુરૂષો અને સ્ત્રીઓ બંને માટે વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે. નિઃશસ્ત્ર પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પુરૂષો માટે 316 અને સ્ત્રીઓ માટે 156 જગ્યાઓ છે. નિઃશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ પુરૂષો માટે 4,422 અને મહિલાઓ માટે 2,178 જગ્યાઓ છે. આ ઉપરાંત, અન્ય ખાલી જગ્યાઓમાં પુરૂષો માટે 2,212 સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ અને મહિલાઓ માટે 1,090 જગ્યાઓ છે.

અરજી ફી તથા અરજી પ્રક્રિયા:

ગુજરાત પોલીસ ભરતીમાં અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે, અને ઉમેદવારોએ એક પોસ્ટ માટે 100 રૂપિયા અરજી ફી પેટે ચૂકવવાના રહેશે. અરજદાર જો બે પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છતા હોય, તો અરજી ફી રૂપિયા 200 ભરવાની રહેશે. જો કે, SC/ST/EWS કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી રાહત આપવામાં આવી છે જેથી તેઓ નિઃશુલ્ક અરજી કરી શકશે. વધુ માહિતી અને અરજી કરવા માટે, https://lrdgujarat2021.in/ પર આધિકારિક ગુજરાત પોલીસ ભરતી પોર્ટલની મુલાકાત લઇ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત પોલીસ ભરતીમાં ઉમેદવારોએ અલગ અલગ તબક્કાની પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે, જેમાં શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે. આ તમામ તબક્કાઓમાંથી પસાર થનારને જ અંતિમ પસંદગી માટે ગણવામાં આવશે.

આ પણ વાંચો :

જરૂરી લિંક:

સત્તાવાર જાહેરાતઅહીંથી જુઓ
સત્તાવાર વેબસાઈટઅહીંથી જુઓ
મારું ગુજરાતઅહીંથી જુઓ

Leave a Comment