GPSC Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ રાજ્ય કર નિરીક્ષકો, નાયબ બાગાયત નિયામક (વર્ગ-1), ટેકનિકલ સલાહકાર (વર્ગ-1), આરોગ્ય અધિકારી (વર્ગ-2, જીએમસી) સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 450 ખાલી જગ્યાઓ ખાલી છે. આ ભારતીને ગુજરાત સેવા આયોગની વર્ષ 2024ની મોટી ભરતી માનવામાં આવી રહી છે.
GPSC Recruitment 2024 । Gujarat Public Service Commission Recruitment 2024
વિભાગ/સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 12 ઓગસ્ટ 2024 |
છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો:
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટેની અરજી પ્રક્રિયા 12 ઓગસ્ટ 2024ના રોજથી શરૂ થઇ ચુકી છે અને 31 ઓગસ્ટ 2024 સુધી આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકાશે. રસ ધરાવતા ઉમેદવારોને છેલ્લી ઘડીની સમસ્યાઓ ટાળવા માટે વહેલી અરજી કરવા સલાહ આપવામાં આવે છે. ઉમેદવારો GPSCની વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.
ખાલી જગ્યા:
ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતી પ્રક્રિયામાં રાજ્ય કર નિરીક્ષકોની 300 જગ્યાઓ સાથે કુલ 450 ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે. અન્ય ખાલી જગ્યાઓમાં નાયબ બાગાયત નિયામક, વૈજ્ઞાનિક અધિકારી (ફોરેન્સિક સાયકોલોજી ગ્રુપ), ટેકનિકલ સલાહકાર, વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) અને વિવિધ વર્ગોમાં અન્ય વિવિધ પદોનો સમાવેશ થાય છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
લાયકાત અને વયમર્યાદા:
GPSCની આ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી લીધેલ હોવી જરૂરી છે. 31 ઓગસ્ટ 2024 સુધીમાં વય મર્યાદા ઓછાંમાં ઓછી 20 વર્ષ થી વધુમાં વધુ 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે, આ વયમર્યાદામાં સરકારી નિયમો મુજબ આરક્ષિત વર્ગો માટે વય છૂટછાટ ઉપલબ્ધ છે.
અરજી ફી:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટેની અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવી છે, જ્યારે SC, ST અને OBC જેવી અનામત કેટેગરીના ઉમેદવારોને ફી ભરવામાંથી રાહત આપવામાં આવી છે. અરજી ફી GPSC OJAS પોર્ટલ દ્વારા ઓનલાઈન ભરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા:
GPSC ની ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે. જેમાં પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે.
અરજી પ્રક્રિયા:
GPSCની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ GPSCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને અરજી ફી ભરીને ઓનલાઈન અરજી જમા કરી શકાશે.. અરજી જમા કરતા પહેલાં અરજી ફોર્મનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાની અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો :
- રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારની 532+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે મેળવો રૂપિયા 1,20,000 ની સહાય
- હવે ઘરબેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો ઈ-કેવાયસી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
- નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત સરકાર આપી રહી છે રૂપિયા 50,000 ની સહાય
જરૂરી લિંક:
સત્તાવાર જાહેરાત | અહીંથી જુઓ |
સત્તાવાર વેબસાઈટ | અહીંથી જુઓ |
મારું ગુજરાત | અહીંથી જુઓ |