CISF Recruitment 2024: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ/ફાયર (પુરુષ) ની પોસ્ટ માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવેલ છે. આ ભરતી સમગ્ર ભારતમાં એવા પુરૂષ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક લઈને આવી છે જેઓ CISFમાં ફાયરમેન તરીકે નોકરી મેળવવા માંગે છે તેમના માટે નોકરીનો ગોલ્ડન ચાન્સ છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે, આ ભરતીમાં અરજી ફોર્મ ભરાવાની શરૂઆત 31મી ઓગસ્ટ 2024થી શરૂ થશે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવેલ છે.
CISF Recruitment 2024 | Central Industrial Security Force Recruitment 2024
વિભાગ/સંસ્થાનું નામ | કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ |
પદ | કોન્સ્ટેબલ |
જાહેરાત તારીખ | 24 ઓગસ્ટ 2024 |
છેલ્લી તારીખ | 30 સપ્ટેમ્બર 2024 |
નોકરીનું સ્થળ | ભારત |
વેબસાઈટ | https://www.cisf.gov.in/ |
લાયકાત તથા વયમર્યાદા:
CISF ની આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ 30મી સપ્ટેમ્બર 2024 સુધીમાં તેમનું ધોરણ-12 અથવા તેની સમકક્ષ વિજ્ઞાનના વિષયો સાથે પાસ કરેલ હોવું જોઈએ. વધુમાં, અરજદારોની ઉંમર 30મી સપ્ટેમ્બર 2024 સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષ થી લઇ વધુમાં વધુ 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેમાં અમુક કેટેગરી જેમ કે SC/ST, OBC અને ભૂતપૂર્વ સૈનિકો માટે વયમર્યાદામાં રાહત આપવામાં આવી છે.
ખાલી જગ્યા તથા પસંદગી પ્રક્રિયા:
CISF ની આ ભરતીમાં ફાયરમેનના પદ માટે કુલ 1130 ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે જે પછીથી કાયમી બની શકે છે. પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક અને શૈક્ષણિક લાયકાતનું મૂલ્યાંકન કરવા વિવિધ તબક્કાઓનો સમાવેશ થાય છે. આ તબક્કામાં શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), ભૌતિક ધોરણ પરીક્ષણ (PST), દસ્તાવેજની ચકાસણી, લેખિત પરીક્ષા અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે.
અરજી ફી:
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની આ ભરતીમાં અરજી કરવા સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 100ની બિન-રિફંડપાત્ર ફી ચુકવવાની રહેશે, જોકે SC, ST અને ભૂતપૂર્વ સૈનિક વર્ગના ઉમેદવારોને આ અરજી ફી માંથી રાહત આપવામાં આવી છે જેથી તેઓ વિનામૂલ્યે અરજી કરી શકે છે.
અરજી પ્રક્રિયા:
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર CISF ભરતી વેબસાઇટ cisfrectt.cisf.gov.in મારફતે અરજી કરવાની રહેશે. એક વખતની રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો અરજી ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને અંતમાં અરજી ફી ચુકવવાની રહેશે અને ફોર્મ ઓનલાઇન જમા કરી શકે છે. સબમિટ કરતા પહેલા એપ્લિકેશનની સંપૂર્ણ સમીક્ષા કરવી ખુબજ જરૂરી છે. ઉમેદવારોને ભરતી પ્રક્રિયા સંબંધિત કોઈપણ અપડેટ્સ અથવા સૂચનાઓ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ તપાસવાની પણ સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો :
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન-કમ-ડ્રાઈવરના પદ માટે કુલ 117 જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ સહીત વિવિધ પદો પર 12472+ ખાલી જગ્યાઓ માટે ફરીથી ફોર્મ ભરાવાના શરુ
- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પદો પર 450+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
- રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારની 532+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
જરૂરી લિંક:
સત્તાવાર જાહેરાત | અહીંથી જુઓ |
સત્તાવાર વેબસાઈટ | અહીંથી જુઓ |
મારું ગુજરાત | અહીંથી જુઓ |