Union Bank Recruitment 2024: યુનિયન બેંકની વિવિધ રાજ્યોમાં 500+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

Union Bank Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસ એક્ટ હેઠળ નવી ભરતીની જાહેરાત કરી દીધી છે, જેમાં ભારતમાં વિવિધ રાજ્યોમાં 500 એપ્રેન્ટિસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે . આ ભરતીમાં બેંકિંગ સેક્ટરમાં નોકરી પરની તાલીમ આપવામાં આવશે, જે ઉમેદવારોને બેન્કિંગ વિભાગમાં નોકરી મેળવવા માંગે છે તેમને આ ભરતીમાં અનુભવ મેળવવાની મૂલ્યવાન તક આવી ગઈ છે.

Union Bank Recruitment 2024 । યુનિયન બેંક ભરતી 2024

વિભાગ/સંસ્થાનું નામયુનિયન બેંક ઓફ ઇન્ડિયા
પદએપ્રેન્ટિસ
જાહેરાત તારીખ28 ઓગસ્ટ 2024
છેલ્લી તારીખ17 સપ્ટેમ્બર 2024
નોકરીનું સ્થળભારત
વેબસાઈટhttps://www.unionbankofindia.co.in/

અગત્યની તારીખ:

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 28 ઓગસ્ટ, 2024ના રોજથી શરૂ થઈ ચુકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર, 2024ના રોજ નક્કી કરવામાં આવેલ છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા તેઓ લાયકાત ધરાવે છે કે નહિ તે જાહેરાતમાં જરૂરથી ચેક કરી લેવું. સમગ્ર અરજી પ્રક્રિયા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન કરવામાં આવે છે.

લાયકાત તથા વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જરુરી છે. 01 ઓગસ્ટ, 2024ના રોજ અરજદારો માટે ઓછાંમાં ઓછી વયમર્યાદા 20 થી લઈ વધુમાં વધુ વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે, જેમાં SC/ST, OBC (નોન-ક્રીમી લેયર) અને બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PwBD) માટે વયમાં છૂટછાટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા:

યુનિયન બેંકમાં એપ્રેન્ટિસશીપ માટેની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સ્થાનિક ભાષા આવડતનું મૂલ્યાંકન અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે. ઓનલાઈન ટેસ્ટ સામાન્ય/નાણાકીય જાગૃતિ, સામાન્ય અંગ્રેજી, ક્વોન્ટિટેટિવ ​​અને રિઝનિંગ એપ્ટિટ્યુડ અને કોમ્પ્યુટર નોલેજ પર ઉમેદવારોનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં સફળ ઉમેદવારો પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કામાં આગળ વધારવામાં આવશે.

અરજી ફી:

ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માટે બિન-રિફંડપાત્ર એપ્લિકેશન ફી ચૂચુકવવાની રહેશે. ફી કેટેગરી મુજબ અલગ અલગ છે, સામાન્ય/ઓબીસી ઉમેદવારોએ રૂપિયા 800 + GST ​​ચૂકવવાની રહેશે, જ્યારે SC/ST અને મહિલા ઉમેદવારો માટે ફી રૂપિયા 600 + GST ​નક્કી કરવામાં આવેલ છે તેમજ PwBD ઉમેદવારો પાસેથી રૂપિયા 400 + GST ​​અરજી ફી પેટે લેવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

યુનિયન બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે અને NAPS પોર્ટલ પર તેમની નોંધણી પણ પૂર્ણ કરવાની રહેશે. નોંધણી કર્યા પછી, ઉમેદવારો જરૂરી વિગતો ભરીને અને અરજી ફી ભરીને એપ્રેન્ટિસશિપ માટે અરજી કરી શકે છે. એકવાર સબમિટ કર્યા પછી, ઉમેદવારોએ ભવિષ્યમાં કામ લાગે તે માટે તેમની અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લેવાની રહેશે.

આ પણ વાંચો :

જરૂરી લિંક:

સત્તાવાર જાહેરાતઅહીંથી જુઓ
સત્તાવાર વેબસાઈટઅહીંથી જુઓ
મારું ગુજરાતઅહીંથી જુઓ

Leave a Comment