GSSSB Recruitment 2024: ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (GSSSB) એ ફાયરમેન-કમ-ડ્રાઈવર (વર્ગ 3) ની જગ્યા માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ભરતી પ્રક્રિયામાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગની અંદર 117 ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે, ખાસ કરીને રાજ્ય ફાયર પ્રોટેક્શન સર્વિસીસ, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આ ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે આ એક ખુબજ સારી નોકરીની તક છે.
GSSSB Recruitment 2024 | Gujarat Subordinate Services Selection Board Recruitment 2024
વિભાગ/સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પદ | ફાયરમેન-કમ-ડ્રાઈવર |
જાહેરાત તારીખ | 16 ઓગસ્ટ 2024 |
છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/ |
પોસ્ટ તથા ખાલી જગ્યા:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં ફાયરમેન-કમ-ડ્રાઈવરના પદ માટે કુલ 117 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. આ પોસ્ટ સ્ટેટ ફાયર પ્રોટેક્શન સર્વિસીસ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે વહેંચવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અરજી પ્રક્રિયા 16 ઓગસ્ટ, 2024ના રોજ શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટ, 2024ના રોજ સુધી આ ભરતીમાં ફોર્મ ભરી શકાશે.
લાયકાત તથા વયમર્યાદા:
GSSSB ફાયરમેન-કમ-ડ્રાઈવરના પદ માટે અરજી કરનારા ઉમેદવારોએ ચોક્કસ લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. અરજદારોએ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (HSC) પરીક્ષા અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ અને માન્ય હેવી મોટર વ્હીકલ (HMV) લાઇસન્સ ધરાવવું જોઈએ. 31 ઓગસ્ટ, 2024ના રોજ ઉમેદવારોની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષથી લઈ વધુમાં વધુ 33 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે.
પગારધોરણ:
GSSSBની આ ભરતીમાં ફાયરમેન-કમ-ડ્રાઈવર પદ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને રૂપિયા 26,000 નો માસિક પગારધોરણ ચુકવવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં અરજદારોએ તેમની અરજી સાથે કેટલાક દસ્તાવેજો રજુ કરવાના રહેશે. જેમાં ધોરણ-12 પાસ પ્રમાણપત્ર અથવા સમકક્ષ લાયકાતનો પુરાવો, ફાયરમેન તાલીમ પ્રમાણપત્ર અથવા ડ્રાઈવર-કમ-પમ્પ ઓપરેટર કોર્સ પ્રમાણપત્ર, માન્ય HMV લાઇસન્સ, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), તાજેતરનો પાસપોર્ટ-સાઈઝનો ફોટોગ્રાફ, સ્કેન કરેલ સહીનો સમાવેશ થાય છે.
અરજી પ્રક્રિયા:
આ ભરતીમાં અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર OJASની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી જમા કરી શકે છે. તેઓએ આ વેબસાઈટ પર જઈ અરજી ફોર્મ ભરવાનું રહેશે, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને અરજી ફી ઓનલાઇન ચુકવવાની રહેશે. અરજદારોએ એ અવશ્ય ચકાશી લેવું કે તેમની અરજી જમા કરતા પહેલા તમામ વિગતો સાચી ભરી છે.
આ પણ વાંચો :
- ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ સહીત વિવિધ પદો પર 12472+ ખાલી જગ્યાઓ માટે ફરીથી ફોર્મ ભરાવાના શરુ
- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પદો પર 450+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
- રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારની 532+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે મેળવો રૂપિયા 1,20,000 ની સહાય
જરૂરી લિંક:
સત્તાવાર જાહેરાત | અહીંથી જુઓ |
સત્તાવાર વેબસાઈટ | અહીંથી જુઓ |
મારું ગુજરાત | અહીંથી જુઓ |