Ration Card e-KYC Gujarat 2024: ગુજરાત સરકાર લાયકાત ધરાવતા ગરીબી રેખા નીચે આવતા પરિવારોને માટે રાશન કાર્ડ મંજુર કરેલ કે, જે તેમને ગુજરાત સરકાર દ્વારા જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા સબસિડીયુક્ત અનાજ ખરીદવાની મંજૂરી આપે છે. આ કાર્ડ એવા લોકો માટે નિર્ણાયક છે કે જેઓ મૂળભૂત જરૂરિયાતો ખરીદી શકતા નથી, તેમને સરકાર દર મહિને સસ્તા ભાવે તેમજ મફતમાં અનાજ પૂરું પાડે છે. રાજ્ય સરકાર આ કાર્ડ દ્વારા સબસિડી આપે છે, હવે તમામ ગુજરાતી રેશન કાર્ડધારકોને તેમની KYC કરાવવી જરૂરી છે. નાગરિકો તેમના આધાર અને રેશનકાર્ડ નંબર દાખલ કરીને માય રાશન એપનો ઉપયોગ કરીને તેમની KYC ઘરબેઠા કરી શકે છે. આજના આ લેખમાં આપણે રેશનકાર્ડ ઈ-કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું.
Ration Card e-KYC Gujarat 2024 । રેશનકાર્ડ ઈ-કેવાયસી ગુજરાત 2024
ગુજરાત તથા ભારતમાં રહેતા તમામ લોકોને રેશનકાર્ડ શું છે તે ખબર જ છે. પણ જો કોઈને ન ખબર હોય તો અમે તેમને જણાવી દઈએ કે રેશન કાર્ડ એ રાજ્ય સરકાર દ્વારા તેના નાગરિકોને ઓછા ખર્ચે તેમજ અમુક વસ્તુઓ મફતમાં હોય એવી આવશ્યક અનાજ પુરું પાડીને આર્થિક રીતે ટેકો આપવા માટેનો એક કાર્ડ છે. આ કાર્ડ ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ખુબજ લાભદાયી નીવડે છે, જેથી તેઓને આર્થિક બોજ વિના જરૂરી અનાજની પહોંચ મળે મળી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા દર મહિને રાશનકાર્ડ લાભાર્થીઓને ઘઉં, ચોખા, બાજરી, ખાંડ, મીઠું, તેલ વગેરે રાશન આપવામાં આવે છે. સરકાર દ્વારા અમુક વસ્તુઓ મફતમાં આપવામાં આવે છે તો અમુક વસ્તુઓ માટે નજીવી રકમ લેવામાં આવે છે જે બજાર ભાવ કરતા ખુબ ઓછી હોય છે.
રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
ઘરબેઠા ઓનલાઈન રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા અલગ આલગ ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે જેમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઈટબીલ, પાસપોર્ટ સાઈઝ ફોટો, ડ્રાઇવિંગ લાયસન્સ તથા અન્યનો સમાવેશ થાય છે.
ઓનલાઇન રેશનકાર્ડ ઈ-કેવાયસી કઈ રીતે કરવું?
તમે નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને ઓનલાઇન રેશનકાર્ડ ઈ-કેવાયસી કરી શકો છો.
- ઓનલાઇન રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે સૌથી પહેલા ગૂગલ પર જઈ “My Ration App” ડાઉનલોડ કરો.
- આ એપ ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો. હવે રજીસ્ટ્રેશન કરી લો.
- રજીસ્ટ્રેશન કરતી વખતે તમારી પાસે પૂરું નામ તથા મોબાઈલ નંબર માંગવામાં આવશે તો તમારા પરિવારના કોઈ સભ્યની આ વિગત ભરો.
- ત્યારબાદ એક કોડ આવશે અને તમારું રજીસ્ટ્રેશન થઇ જશે.
- હવે ફરીથી તમારો મોબાઈલ નંબર લખો એન “ઓટીપી મોકલો” નું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે ઓટીપી દાખલ કરો અને “ઓટીપી ચકાશો” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અલગ અલગ મેનુ ખુલી જશે.
- હવે તમારી સામે “આધાર ઈ-કેવાયસીનું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે આધારએપ ની લિંક ખુલશે તેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી લો.
- હવે તમારો રાશનકાર્ડ નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
- હવે કાર્ડમાં જેટલા સભ્યોના નામ છે એ તમામના નામ આવી જશે એમાંથી જે સભ્યનું ઈ-કેવાયસી કરવું છે એના પર ક્લિક કરો.
- હવે “હું સંમતિ સ્વીકારું છું” ના બટન પર ક્લિક કરો અને “ઓટીપી મોકલો” ના બટન પર ક્લિક કરો.
- હવે મોબાઈલ નંબર પર ઓટીપી જશે એ દાખલ કરો અને એક ફોટો લો.
- ત્યારબાદ મંજૂરી માટે વિગત મોકલો પર ક્લિક કરો એટલે તમારી કેવાયસી ની અરજી જમા થઇ જશે.
માય રેશન એપ દ્વારા ગુજરાત રેશન કાર્ડ કેવાયસી સ્ટેટસ તપાસો:
- કેવાયસી થયું છે કે નથી તે જોવા માટે માય રેશન એપ ઓપન કરો.
- હવે તમારી સામે માય રાશન એપનું નવું હોમપેજ ખુલી જશે.
- તે પછી હવે તમારે સર્ચ બાર વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
- પછી પરિણામ હોમ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- હવે તમે રાશન એપ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે એપ્લિકેશન ખોલો અને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરો.
- આધાર સીડીંગ વિકલ્પ પર ક્લિક કરો.
- આપેલ ફીલ્ડમાં તમારો આધાર નંબર અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- છેલ્લે, નીચે દર્શાવેલ સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે તમારી KYC સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર દેખાય જશે.
આ પણ વાંચો :
- નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત સરકાર આપી રહી છે રૂપિયા 50,000 ની સહાય
- ભારતીય રેલવેમાં પેરામેડિકલ સ્ટાફની 1376+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
મહત્વની લિંક:
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં જુઓ |
માય રાશન એપ માટે | અહીં જુઓ |
મારુ ગુજરાત હોમપેજ પર જવા માટે | અહીં જુઓ |