RRB Recruitment 2024: ભારતીય રેલવેમાં પેરામેડિકલ સ્ટાફની 1376+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

RRB Recruitment 2024: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એ તેની 2024 ભરતીની ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવાની જાહેરાત કરી દીધી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવા અને તે મુજબ તેમની અરજીઓ સબમિટ કરવા જણાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને આ ભરતીમાં પદ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી પ્રક્રિયા સહિતની માહિતી પુરી પાડીશુ.

RRB Recruitment 2024 । Railway Recruitment Board Recruitment 2024

વિભાગ/સંસ્થાનું નામ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ
પદ અલગ અલગ
જાહેરાત તારીખ 17 ઓગસ્ટ 2024
છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024
નોકરીનું સ્થળ ભારત
નોકરીનો પ્રકાર સરકારી
વેબસાઈટwww.indianrailways.gov.in

પદોના નામ તથા ખાલી જગ્યાઓ:

RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પેરામેડિકલ સ્ટાફની 1376 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જાહેરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમા આપણા દેશના તમામ રાજ્યોમાંથી લાયક ઉમેદવારો આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરી ફોર્મ સબમિટ કરી શકે છે.

જરૂરી અરજી તારીખો:

ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આધિકારિક જાહેરનામામાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, રેલવે દ્વારા પેરામેડિકલ સ્ટાફના પદો પર ભરતી માટેના અરજી ફોર્મ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવ્યા છે. ઓનલાઈન અરજી ફોર્મ જમા કરાવવાની શરૂઆત 17 ઓગસ્ટ 2024 થી શરુ થઇ ચુક્યા છે જયારે અરજી ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવેલ છે.

વય મર્યાદા:

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતી માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. જ્યારે વિવિધ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા અલગ-અલગ જણાવવામાં આવેલ છે. જયારે તમે ફોર્મ ભરશો ત્યારે તે તારીખે ખાલી જગ્યાની અધિકૃત સૂચના મુજબ ઉંમરની ગણતરી કરવામાં આવશે. આરક્ષિત કેટેગરીનાના અરજદારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તેથી, જયારે તમે ફોર્મ ભરો છો ત્યારે જાતિ સંબંધિત પુરાવાઓ રજુ કરવાના રહેશે.

અરજી ફી:

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં ઇન્ફોરમેશન અનુસાર,આ પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ પર ભરતી માટે અરજી ફી રૂપિયા 250 રાખવામાં આવી છે. આ અરજી ફી તમામ કેટેગરીના અરજદારો માટે રાખવામાં આવી છે જેથી અનામત તથા બિનઅનામત તમામ કેટેગરીના ઉમેદવારોએ આ અરજી ફી ચુકવવાની રહેશે. અરજી કરો ત્યારે તમારે વેબસાઈટ પર અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

શેક્ષણિક લાયકાત:

ભારતીય રેલવેની અધિકૃત ભરતી સૂચના મુજબ, આ ભરતીમાં પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ પર ભરતી માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ નિર્ધારિત કરવામાં આવેલ છે. આ ભરતી માટે પોસ્ટ મુજબની શૈક્ષણિક લાયકાત સંબંધિત વિગતવાર માહિતી ખાલી જગ્યાની સત્તાવાર સૂચનામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા એકવાર જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

અરજી પ્રક્રિયા:

RRBની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે:

  • આ ભરતીમાં આવેદન જમા કરાવવા માટે અરજદારોએ સૌથી પહેલા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.indianrailways.gov.in પર જવાનું રહેશે.
  • આ વેબસાઈટના હોમપેજ ઉપર તમને રિક્રુટમેન્ટનો વિભાગ જોવા મળશે એના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે જાહેરાત ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે એપ ઉપર ક્લિક કરી જાહેરાત ડાઉનલોડ કરીને સંપૂર્ણ જાહેરાતનો અભ્યાસ કરી લો.
  • જો તમે લાયકાત ધરાવો છપ તો આ પછી Apply Online નો વિકલ્પ પસંદ કરો.
  • બોર્ડ દ્વારા માંગવામાં આવેલ તમામ માહિતી સંપૂર્ણ અને સાચી રીતે ભરો તથા યોગ્ય પુરાવાઓ અપલોડ કરો.
  • હવે તમારી કેટેગરી મુજબ ઓનલાઇન માધ્યમથી અરજી ફી ચૂકવો.
  • આટલી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અરજી સબમિટ કરો.

જરૂરી લિંક:

સત્તાવાર જાહેરાત અહીંથી જુઓ
સત્તાવાર વેબસાઈટ અહીંથી જુઓ
મારું ગુજરાત અહીંથી જુઓ

Leave a Comment