Rajkot City Bus Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા સીટી બસ પ્રોજેક્ટ માટે કુલ 170+ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે આ લેખમાં જોઈ શકો છો.
Rajkot City Bus Recruitment 2024 । રાજકોટ સીટી બસ ભરતી 2024
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતીની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા સીટી બસ પ્રોજેક્ટ ઘ્વારા 31 ઓગસ્ટ 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 31 ઓગસ્ટ 2024 છે જયારે ફોર્મ ભરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરવાંમાં આવેલ નથી તમે વહેલા તે પહેલાના ધોરણે નોકરી મેળવી શકો છો.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્વરાજકોટ મહાનગરપાલિકા સીટી બસ પ્રોજેક્ટ દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
સીટી બસ પ્રોજેક્ટની આ ભરતીમાં ડ્રાઈવરની 70 તથા કંડક્ટરની 100 આમ કુલ 170 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પગારધોરણ
રાજકોર મ્યુનિસિપલ કોર્પોરેશન સીટી બસ પ્રોજેક્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નોટિફિકેશનમાં આપવામાં આવેલ નથી. ઉમેદવારને ઇન્ટરવ્યુના સમયે પગારધોરણની માહિતી આપવામાં આવી શકે છે.
લાયકાત:
મિત્રો, RMC સીટી બસ પ્રોજેક્ટ ડ્રાઈવર કંડકટરની આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત કંડકટરના પદ માટે ધોરણ 10-12 પાસ તથા ડ્રાઈવર માટે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ તથા અન્ય જરૂરી છે. લાયકાત સંબંધી માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
RMC સીટી બસ પ્રોજેક્ટ ડ્રાઈવર કંડકટરની ભરતી ઇન્ટરવ્યૂ તથા ડ્રાઇવિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂનો સમય સવારે 10 થી 5 સુધીનો છે. ઇન્ટરવ્યુનું સ્થળ ત્રિકોણબાગ, સીટીબસ ઓફિસ, રાજકોટ છે.
જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / પાનકાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- બેંક પાસબુક
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- 2 ફોટો
- તથા અન્ય
તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:
- યુનિયન બેંકની વિવિધ રાજ્યોમાં 500+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
- કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં ધોરણ-12 પાસ માટે કુલ 1130+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન-કમ-ડ્રાઈવરના પદ માટે કુલ 117 જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ સહીત વિવિધ પદો પર 12472+ ખાલી જગ્યાઓ માટે ફરીથી ફોર્મ ભરાવાના શરુ
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી લેવી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.