Emergency Response Centre Gujarat Recruitment: ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગુજરાત દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા તમે આ લેખમાં જોઈ શકો છો.
Emergency Response Centre Gujarat Recruitment: ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગુજરાત ભરતી 2024
વિભાગ/સંસ્થાનું નામ | ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 01 સપ્ટેમ્બર 2024 |
છેલ્લી તારીખ | 30 સપ્ટેમ્બર 2024 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
વેબસાઈટ | https://kachchh.nic.in/ |
મહત્વની તારીખ:
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની આ ભરતીની જાહેરાત 01 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીના ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે.
પોસ્ટનું નામ:
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, લીડિંગ ફાયરમેન, ફાયરમેન, ડ્રાઇવર કમ ઓપરેટર, ઓટોમોબાઇલ એન્જિનિયર, ઓટોમોબાઇલ ઇલેક્ટ્રિશિયન તેમજ મિકેનિક ના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
અરજી ફી:
ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં અરજી કરવા માટે તમામ કેટેગરી નો ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેતી નથી તમામ ઉમેદવારો વિનામૂલ્ય એટલે કે તદ્દન ફ્રી માં પોતાની અરજી જમા કરાવી શકે છે.
પગારધોરણ
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગુજરાતની વેકેન્સીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માસિક રૂપિયા 20,000 થી લઈ 35,000 સુધી પગાર ચૂકવવામાં આવશે. કઈ પોસ્ટ પર કેટલો પગાર ચુકવવામાં આવશે તેની સંપૂર્ણ પણે માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે 11 માસના કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ ઉમેદવારના નવા કોન્ટ્રાક્ટમાં બેઝિક પેના પાંચ ટકાના લેખે પગારમાં વધારો કરવામાં આવશે.
વયમર્યાદા:
ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ગુજરાત સરકારની આ વેકેન્સીમાં અરજી કરવા માટે ડિવિઝનલ ફાયર ઓફિસર માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા 48 વર્ષ રાખવામાં આવી છે આ સિવાય તમામ પોસ્ટની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે વધુમાં તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારની આ કરાર આધારિત ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને ઉંમરમર્યાદામાં રાહત આપવામાં આવશે નહીં તેમજ તમામ કેટેગરીના ઉમેદવારોએ આ ઉંમર મર્યાદા નું પાલન કરવાનું રહેશે.
લાયકાત:
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગુજરાત ગવર્મેન્ટ ની ભરતી સંબંધી જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જેમાં 10 પાસ, 12 વર્ષ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા તેમજ સ્નાતક સુધી છે. કઈ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે તેની વિગતવાર માહિતીનો અભ્યાસ તમે જાહેરાતમાં કરી શકો છો.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન ઇન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે સંસ્થા કે વિભાગ ઈચ્છે તો અમુક પોસ્ટ માટે સ્કીલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા વિભાગની રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- 2 પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય
ખાલી જગ્યા:
આ ભરતીમાં ડિવિઝનલ ફાયર ઓફિસરની 01, સ્ટેશન ઓફિસરની 01, લીડિંગ ફાયરમેનની 04, ફાયરમેનની 29, ડ્રાઇવર કમ ઓપરેટરની 10, ઓટોમોબાઇલ એન્જિનિયરની 01, ઓટોમોબાઇલ ઇલેક્ટ્રિશિયનની 01 તથા મિકેનિકની 01 આમ કુલ 48 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
અરજી પ્રક્રિયા:
ગુજરાત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ આ વેકેન્સી અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો પોતાના અરજી ફોર્મ સંસ્થાના સરનામે રૂબરૂ જઈ અથવા ટપાલ દ્વારા જમા કરાવવાના રહેશે. જેમ અમે તમને આગળ જણાવ્યું એ મુજબ આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી ફોર્મ જમા કરવાના રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે. અરજી પહોંચાડવાનું સરનામું – પ્રાંત કચેરી અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મુ.પો – અંજાર, જિલ્લો- કચ્છ રહેશે જેની અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો નોંધ લેવી.
તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:
- ગુજરાતના વિવિધ 15 શહેરોમાં 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- રાજકોટ મહાનગરપાલિકા સીટી બસ પ્રોજેક્ટ માટે કુલ 170+ જગ્યાઓ પર ભરતી જાહેર
- યુનિયન બેંકની વિવિધ રાજ્યોમાં 500+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી લેવી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.