Eklavya Model Residential School Gujarat Recruitment: એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલની ગુજરાતમાં ક્લાર્કના પદ પર ભરતી જાહેર

Eklavya Model Residential School Gujarat Recruitment: એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલની ગુજરાતમાં ક્લાર્કના પદ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા તમે આ લેખમાં જોઈ શકો છો.

Eklavya Model Residential School Gujarat Recruitment । એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ગુજરાત ભરતી

વિભાગ/સંસ્થાનું નામગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી
પદક્લાર્ક
જાહેરાત તારીખ04 સપ્ટેમ્બર 2024
છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2024
નોકરીનું સ્થળગુજરાત
વેબસાઈટhttps://eklavya-education.gujarat.gov.in/

જરૂરી તારીખો:

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલની આ ભરતીની જાહેરાત 4 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી કરવાની શરૂઆતની તારીખ 4 સપ્ટેમ્બર 2024 છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પડ્યાની સાત દિવસની અંદર એટલે કે 10 સપ્ટેમ્બર 2024 છે.

પોસ્ટ:

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ક્લાર્ક કમ એકાઉન્ટના પદ ઉપર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ગુજરાત રાજ્ય આદિજાતિ શૈક્ષણિક સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી તમામ કેટેગરીના અરજદારો વિનામૂલ્ય એટલે કે તદ્દન ફ્રીમાં ફોટાની અરજી છેલ્લી તારીખ પહેલા જમા કરાવી શકે છે.

પગારધોરણ:

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના જીએસટીઈએસ વિભાગની ગાઈડલાઈન મુજબ માસિક રૂપિયા 17,715 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

લાયકાત:

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીની આ વેકેન્સીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ બી.કોમ એમ.કોમ 50% ગુણ સાથે પાસ કરેલું હોવું જરૂરી છે સાથે ઉમેદવાર પાસે ટેલી 7.2 નું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. લાયકાત સંબંધી તમામ માહિતી વિસ્તારપૂર્વક તમે નીચે આપેલ જાહેરાતમાં અભ્યાસ કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી યોગ્ય તારીખે ઇન્ટરવ્યૂ તથા કોમ્પ્યુટર અને ટેલીની આવડત ચકાસવા માટે પ્રેક્ટીકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ તથા પ્રેક્ટીકલ ટેસ્ટની જાણ ઉમેદવારને ઇમેલ તથા મેસેજ તેમજ કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરીને કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજી સંસ્થાના સરનામે ભારતીય ડાક વિભાગના રજીસ્ટર એડી દ્વારા કરવાની રહેશે. અરજી કરવાનું સરનામું – પ્રતિ આચાર્યશ્રી, એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ, જગાણા, અશોક લેલેન્ડ શોરૂમ ની સામે, પાલનપુર-અમદાવાદ હાઈવે, મુ. જગાણા, તા.પાલનપુર, જી. બનાસકાંઠા, પીનકોડ 385001 રહેશે.

તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી લેવી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment