Gujarat Sahakari Bank Bharti 2024: ગુજરાતની સહકારી બેંકમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર

Gujarat Sahakari Bank Bharti 2024: ગુજરાતની સહકારી બેંકમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા તમે આ લેખમાં જોઈ શકો છો.

Gujarat Sahakari Bank Bharti 2024 । ગુજરાત સહકારી બેંક ભરતી 2024

વિભાગ/સંસ્થાનું નામઘી કલોલ નાગરિક સહકારી બેંક
પદવિવિધ
જાહેરાત તારીખ11 સપ્ટેમ્બર 2024
છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 2024
નોકરીનું સ્થળગુજરાત
વેબસાઈટhttps://knsbl.co.in/

જરૂરી તારીખો:

ગુજરાતની સહકારી બેંકની આ ભરતીની જાહેરાત 11 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં અરજી કરવાની શરૂઆતની તારીખ 11 સપ્ટેમ્બર 2024 છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પડ્યાની દસ દિવસની અંદર એટલે કે 21 સપ્ટેમ્બર 2024 છે.

પોસ્ટ:

ગુજરાતની સહકારી બેંક દ્વારા ક્લાર્ક તથા ઓફિસરના પદ ઉપર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ગુજરાતની કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી તમામ કેટેગરીના અરજદારો વિનામૂલ્ય એટલે કે તદ્દન ફ્રીમાં ફોટાની અરજી છેલ્લી તારીખ પહેલા જમા કરાવી શકે છે.

પગારધોરણ:

ગુજરાતની કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં કોઈ જાણકારી આપવામાં આવેલ નથી. બની શકે કે ઉમેદવારને ઇન્ટરવ્યૂ અથવા જોઈનીંગ સમયે આ બાબતે માહિતગાર કરવામાં આવી શકે છે.

લાયકાત:

ઘી કલોલ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ રાખવામાં આવેલ છે જેથી આ લાયકાતોની માહિતી તમે જાહેરાતમાં જાણી શકો છો જેની લિંક તમને આ પોસ્ટના અંતમાં જોવા મળશે.

પસંદગી પ્રક્રિયા:

ઘી કલોલ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી યોગ્ય તારીખે ઇન્ટરવ્યૂ તથા આવડત ચકાસવા માટે પ્રેક્ટીકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ તથા પ્રેક્ટીકલ ટેસ્ટની જાણ ઉમેદવારને ઇમેલ તથા મેસેજ તેમજ કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરીને કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજી સંસ્થાના સરનામે ભારતીય ડાક વિભાગના રજીસ્ટર એડી/સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરવાની રહેશે. અરજી કરવાનું સરનામું – ઘી કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હેડ ઓફિસ : નાગરિક બેંક ચાર રસ્તા, કાલોલ, તા. કલોલ (ઉત્તર ગુજરાત) જી. સુરત, પીનકોડ – 382721 રહેશે.

તમારે નીચે આપેલી ભરતીઓ તથા યોજનાઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી લેવી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment