AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા તમે આ લેખમાં જોઈ શકો છો.

AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024

વિભાગ/સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પદવિવિધ
જાહેરાત તારીખ01 સપ્ટેમ્બર 2024
છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2024
નોકરીનું સ્થળગુજરાત
વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની જાહેરાત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 01 સપ્ટેમ્બર 2024 ના રોજ કરવામાં આવી હતી અને આ ભરતી માં ઓનલાઈન કે ઓફલાઈન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ ની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સ, કાઉન્સિલર તથા ડેટા મેનેજરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો એ કોઈપણ અરજી ચૂકવવાની રહેતી નથી તમામ કેટેગરીના અરજદારો વિનામૂલ્ય એટલે કે બિલકુલ ફ્રી માં અરજી કરી શકે છે.

પગારધોરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ભરતીમાં પગારધોરણની વાત કરીએ તો સ્ટાફનર્સ, કાઉન્સિલર અને ડેટા મેનેજર આમ તમામ પદો પર માસિક પગાર રૂપિયા 20,000 ફિક્સના ધોરણે ચૂકવવામાં આવશે.

લાયકાત:

હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત શું છે તો અમે તમને જણાવી દઈએ કે આ ભરતી માં અરજી કરવા માટે તમામ પોસ્ટને લાયકાત અલગ અલગ છે તે તમે જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલની ભરતીમાં ઉમેદવારની પસંદગી 11 માસના કરારના આધારે કરવામાં આવશે અને આ 11 માસનું કરાર નો સમયગાળો પૂર્ણ થયા બાદ કરાર ફરીથી રીન્યુ કરવામાં આવશે. કરાવી ન્યુ થતાની સાથે જ ઉમેદવારના પગાર ધોરણમાં બેઝિક પે ના પાંચ ટકા લેખે વધારો કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • 2 પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:

એએમસીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળની વાત કરીએ તો ઇન્ટરવ્યુની તારીખ 10 સપ્ટેમ્બર 2024 ના રોજ રહેશે તથા ઇન્ટરવ્યૂનું સ્થળ શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ મણીનગર અમદાવાદ 380008 છે જેની નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ નોંધ લેવી.

તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી લેવી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.

Leave a Comment